Thursday, April 2, 2015

કથા કડી -૧૦ [હેમલ વૈષ્ણવ]

કડી …૧૦
ડોર બેલ ફરી એક વાર રણકી ઉઠી … સપના , નોકરને સૂચના આપવામાં વ્યસ્ત હોઈ સંયોગ જ બારણું ઉઘડવા ગયો . કુરિયર કંપનીનો માણસ એક નાના સરખા પેકેટ સાથે ઉભો હતો . બેધ્યાન પણે સંયોગે સહી કરીને માણસને રવાના કર્યો . પેકેટ ખોલીને અંદરના ડોક્યુમેન્ટસ ઉપર એ ઉપરછલ્લી નજર ફેરવવા લાગ્યો . સંયોગની કંપનીથી નાની, એવી કંપની , પોતાની પ્રોડક્ટના માર્કેટીંગ માટે સંયોગની કંપનીનો સહકાર ચાહતી હતી અને એ અંગેની પ્રપોઝલના પ્રારંભિક દસ્તાવેજ હતા . વ્યોમાનાં આગમનના વીચારોમાં ખોવાયેલા સંયોગને બીઝનેસ માઈન્ડેડ હોવા છતાં અત્યારે આવેલા કાગળો અળખામણા લાગ્યા . “સાલા આ લોકોને પણ આ કાગળો કંપની પર મોકલતાં શું જોર પડે છે , મારા બેટાઓને ઘરનું એડ્રેસ પણ ક્યાંથી મળી જાય છે ..?” સ્વગત બબડતાં બબડતા એણે કાગળોનો ટેબલ પર ઘા કર્યો . કાગળો નિશાન ચુકી જવાને કારણે આરસની ફર્શ પર પછડાયા અને એની વચ્ચેથી નીકળેલી તસ્વીરે જાણેકે ધરતી કંપ સર્જી નાખ્યો .
બસ …ત્રણ મહીના પહેલા …એર કન્ડીશંડ ઓફીસના એકાંતમાં વ્યોમા સાથે ,પ્રેમના ઈજહાર સમી એક અને માત્ર એક લીપ ટુ લીપ કીસ અને એની એ તસ્વીર …કોણે …?…કેવી રીતે …? ફોટાને ઉથલાવતાં જ પાછળ લખેલી પંક્તિ પર તેની નજર પડી ….
चाहे दिनका उजाला हो ,या फिर हो रातकी सियाही मेरी निग़ाहें खूब देख रही है ,तुम्हारी हर शनाशाही ….
ખુરસી પર ફસડાઈ પડેલા સંયોગનું મન વિચારે ચડ્યું ..કોણ હોઈ શકે આ હરકત કરનાર …? ચોક્કસ અવની  જ …પોતાની ઓફિસ બહાર તો એ જ બેસતી હતીને …એનું મોઢું કેટલું …? બહુ બહુ તો એક કે બે લાખ …એક વાર આ મામલો રફે દફે થઇ જાય પછી જો સાલીને નોકરીમાંથી જ નહીં પણ શહેરની બહાર તગેડી મુકું છું ..એક નિરાંતનો શ્વાસ લીધો સંયોગે …
વિચારમાં ભંગ પડાવતો સંયોગનો મોબાઈલ ગુંજી ઉઠ્યો સ્ક્રીન પરનો નંબર અનલીસ્ટેડ હતો …સામેથી એક અજાણ્યો સ્ત્રી અવાજ સંભળાયો …ફોટો જાહેર ના કરવા માટે શું માંગું છું એ જ જાણવું છે ને …?….અવની ની નોકરીમાંથી હકાલ પટ્ટી …કાલે અને કાલે જ…, અને ફોન કટ થઇ ગયો . સ્તબ્ધ થઇ ગયો સંયોગ . તો શું આ પરાક્રમ અવનિ નું ના હોય તો આ કોણ સ્ત્રી હતી જે અવનીની  નોકરી છૂટી જાય તેવું ઇચ્છતી હતી ..? તો આ કામ પૈસા માટે તો ના હોતું જ થયું .અને આ ફોટો જો રાહુલ સુધી પંહોચે તો ..?…તો પછી તો ઘર સંસાર અને બીઝનેસ બન્ને ને ભારે નુકશાન થાય . ફૂલ સ્પીડ પંખા નીચે પરસેવે રેબઝેબ થઇ ગયો સંયોગ .
પાછી ફોનની રીંગ ગુંજી ઉઠી . આ વખતે કોઈ બીજી સ્ત્રીનો અવાજ …પહેલી સ્ત્રી કરતાં વધારે તીણો ..અને ફક્ત ઈંગ્લીશમાં જ …ડોન્ટ વરી સર , રાહુલ વીલ નોટ કમ ટુ નો , ફોર નાઉ ટૂ વિલ ડુ ..પછી મજાક કરતી હોય તેમ તે બોલી …ઓફ કોર્સ વી આર ટોકિંગ ઇન ટર્મ્સ ઓફ કરોડસ ..આરન્ટ વી ..? યુ ડોન્ટ વોન્ટ ટુ સ્પોઈલ યોર બીઝનેસ રીલેશન્સ વીથ રાહુલ સર , ડૂ યુ ..? ..ગેટ રેડી વીથ મની સર …ટુ કરોડસ ઓન્લી … સંયોગ કંઈ બોલે તે પહેલાં ફોન કટ થઇ ગયો
પોતાના જમણા હાથનાં અડધા કપાયેલા અંગૂઠાથી ફોન કટ કર્યા પછી તેણે ફોનના સ્પીકર સાથે જોડેલું માઈક્રોફોન એણે અનપ્લગ કર્યુ …રેકોર્ડીંગ સ્ટુડીયોનું આ અતિ સંવેદનશીલ અને પીચ કંટ્રોલ અને ઓટો ટ્યુનીંગ કરી શકવાની ક્ષમતા ધરાવતા માઈકનો તેણે યોગ્ય ઉપયોગ કર્યો હતો . પોતાના મર્દાના અવાજને અલગ અલગ ફ્રીકવન્સીમાં ચેન્જ કરીને , બે અલગ અલગ સ્ત્રીઓનો અવાજ કાઢીને સંયોગને ચકરાવે ચઢાવવામાં અનિકેત બીલકુલ સફળ રહ્યો હતો . હવે બને એટલું જલ્દી અનંત મહેતાનાં આ પર્સનલ રેકોર્ડીંગ સ્ટુડિયોમાંથી નીકળી જાવું જરૂરી હતું . ધીરે રહીને એણે સ્ટુડિયો નું બારણું બંધ કર્યું . બારણાની સામેની દીવાલે આદમ કદની ફ્રેમમાં ખડખડાટ હસતા બે હેન્ડસમ યુવાન ભાઈઓની તસ્વીર જડેલી હતી . બંને ભાઈઓ એક બીજાને ભેટીને ઉભા હતા ..અને તસ્વીરમાં અનંત ને વળગીને ઉભેલા તેના ભાઈના જમણા હાથનો અડધો અંગૂઠો ગાયબ હતો …!!
બહાર નીકળીને અનિકેતે અવનીને ફોન કર્યો …અવનીનું “હલો” સંભળાતા જ તેણે આનંદથી કહ્યું …”હાય હની ..મિશન એકમ્પલીસ્ડ ..” ….પછી પાંચ મિનીટ લાંબી ચાલેલી અનિકેતની સૂચનાઓ સાંભળ્યા પછી અવનીના મગજમાં બે વાત સ્પષ્ટ થઇ ચૂકી હતી એક તો એ કે , કાલે સંયોગે જ મજબૂરીથી એને નોકરીમાંથી કાઢી મુકવી પડશે એટલે એની પર કોઈ શક કરી શકે એવી કોઈ ગુંજાઇશ જ રહી ના હતી .બીજું એના પેટમાં પાંગરી રહેલો અનિકેતનો અંશ આ ધરતી ઉપર એક સરેરાશ મીડલ ક્લાસનું બાળક બનીને નહી જન્મે પણ પોતાના બોય ફ્રેન્ડના કાબેલ દિમાગને કારણે ટૂંક સમયમાં જ ગઈ કાલ સુધી એ જ્યાં નોકરિયાત હતી એ કંપનીનો વારસ બનીને જ રહેશે …!!અને સંયોગની ઓફિસમાંના એક્વેરિયમના પાણી ફીલ્ટર કરવાની મોટરમાં છુપાવેલો કેમેરા …? એ તો ગયા મહીને ફીલ્ટર સાફ કરવા સર્વિસ બોય બનીને આવેલા અનિકેતે કાઢીને ક્યારનો એનો નિકાલ કરી નાખ્યો હતો . પોતાના ઋજુ હૃદય વાળા ગઝલ ગાયક ભાઈની જેમ એ સંબંધ કે વસ્તુ …કામ પતી ગયા પછી સંઘરી રાખવામાં માનતો ના હતો . હા જો કે કેમેરાનું રિમોટ , જેનો ઉપયોગ જયારે સંયોગ અને વ્યોમા ઓફિસ માં એકલા હોય ત્યારે કેમેરા ઓપરેટ કરવા માટે થતો ,એ તો હજી અવનીના ડેસ્કના ડ્રોઅરમાં જ રહી ગયું હતું . “કાલે સવારે સૌથી પહેલાં એનો નિકાલ કરવો પડશે ” ..અવનીએ વિચાર્યું ..
રસ્તો ક્રોસ કરીને પોતાની બાઈક તરફ જઈ રહેલા અનિકેતને સહેજે અણસાર ના હતો કે સામેના અપાર્ટમેન્ટના આઠમાં માળેથી બે આસમાની આંખો એને એકીટસે જોઈ રહી હતી ….અનિકેતની બાઈક રસ્તો વળી ગઈ અને આસમાની આંખોએ પોતાના ફોનના સ્ક્રીન પર ટાઈપ થયેલો મેસેજ ફરી એક વાર વાંચી લીધો ….”હી ઇસ ઓન હીસ વે …” અને એની આંગળીએ સેન્ડનું બટન દબાવી દીધું …!!!
***********************************************************************************
સંયોગના બંગલા તરફ મર્સિડીઝ GL 450નું લેટેસ્ટ મોડેલ પાણીના રેલા જેમ વહી રહ્યું હતું . પાછળની આરામદાયક સીટમાં રાહુલ અને વ્યોમા હાથમાં હાથ પરોવીને બેઠાં હતા . અચાનક રાહુલના જેકેટના જમણા ખીસ્સામાં પડેલો ફોન વાઈબ્રેટ થયો ..ફોનના સ્ક્રીન પર અછડતી નજર ફેરવી રાહુલે …અને જલ્દીથી મેસેજ ડીલીટ કરતાં મનમાં જ બોલ્યો …”Well done ..blue eyes…” . મર્સિડીઝ સંયોગના બંગલામાં પ્રવેશી ચૂકી હતી . બારણામાં જ સ્વાગત માટે પ્રફુલ્લિત વદને સપના અને તેની પાછળ જ સંયોગ ઉભો હતો . ઔપચારિક હાઈ હેલ્લો પછી બધા દિવાન ખંડ તરફ વળ્યા ,અને ઈરાદાપૂર્વક પાછળ રહેલી વ્યોમાએ સંયોગના હાથ પર ચુંટી ખણતા ,અનાયાસે જ પાછળ જોવાઈ ગયું સંયોગથી ….વ્યોમા જાણે આંખોથી સંયોગને પૂછી રહી હતી ..”ઈઝ એનીથિંગ રોંગ …?” …હજી સંયોગની આંખો વ્યોમાને કંઈ પ્રત્યુતર આપે તે પહેલા તો રાહુલનો રણકદાર અવાજ દિવાનખંડમાં રેલાઈ રહ્યો …”ઓહ શીટ .. આઈ ટોટલી ફરગોટ ..હેય બડી ..આઈ ગોટ એ બ્લૂ લેબલ ફોર યુ , વી નીડ ટુ સેલિબ્રેટ … ઇવન વ્યોમા ડઝન્ટ નો અબાઉટ ધીસ … નાઉ સપના , આઇ હોપ યુ ડોન્ટ માઈન્ડ ઇફ વી ગેટ ડ્રંક ટુનાઈટ ..ડુ યુ ..? ” “નોટ બીફોર ડીનર …રાહુલ તને ખબર છે , સપના ઈઝ હેલ ઓફ અ કૂક “વાતોનો દોર વ્યોમાએ હાથમાં લઇ લેતાં કહ્યું . “ધેર આર ટૂ ટ્રીક્સ ટૂ વીન મેન્સ હાર્ટ …ઈધર બાય ફીડીંગ હીમ ,ઓર બાય કિસિંગ હીમ … ઇધર વે ઈઝ ફાઈન બાય મી …હાઉ અબાઉટ યુ ..સંયોગ ..?” …બોલતા બોલતા રાહુલના કસરતી હાથનો વજનદાર પંજો સંયોગના ડાબા ખભે દબાયો …સંયોગને પોતાના પગમાંથી સંવેદના હરાઈ જતી લાગી ….શું રાહુલને ખબર પડી ગઈ હતી ..?….શક્ય છે કે પેલું પેકેટ રાહુલે જ મોકલાવ્યું હોય …તો પછી ઉપરાછાપરી આવેલા ફોન પર સ્ત્રીઓનો અવાજ .. “માઈન્ડ યોર લેન્ગવેજ હની ,ઘરમાં નાનું છોકરું છે , એ તો સમજ …” વ્યોમા એ છણકો કરતાં કહ્યું … “ઓહ આઈ એમ સો સોરી …આપણે ત્યાં કીડ નથી , એટલે આવી મેટર્સમાં ભૂલ થઇ જાય છે …સપના આઈ રીઅલી ડુ એપોલોજાઈઝ “…રાહુલના અવાજમાં સપનાને ભારોભાર નિખાલસતા અને નિસંતાન હોવાની વેદના લાગી . “ઓકે ચાલો સમાધાન કરીએ , અમે જમવાનું ગરમ કરીએ ત્યાં સુધીમાં યુ ગાયસ કેન હેવ વન ડ્રીંક ,..ડન ..?” વાતાવરણ હળવું કરવા માટે સપનાએ કહ્યું . “ડન ..લેટ મી ગેટ ધ બોટલ ફ્રોમ ધ કાર બાય માયસેલ્ફ ..વ્હેન ઇટ કમ્સ ટુ બ્લુ લેબલ , આઈ ડોન્ટ ટ્રસ્ટ બ્લડી સર્વન્ટ્સ ઓર ડ્રાયવરસ “…બોલતા બોલતા પોર્ચના પગથીયા ઉતરી ગયો રાહુલ … કારની પાછળથી બોટલ કાઢવા માટે વાંકા વળેલા રાહુલે બોટલની બાજુમાં પડેલી ચીજ કોઈ જોતું નથી એની ખાતરી કરીને એના જેકેટના ડાબા ખીસ્સામાં સરકાવી દીધી …આ ઘટનાની પંદર સેકંડ પછી આસમાની આંખો પોતાના ફોનના સ્ક્રીન પર ઝબકેલો મેસેજ વાંચી રહી હતી .. ” Tell sharma to make the move now…”
— હેમલ વૈષ્ણવ

No comments:

Post a Comment