Thursday, April 2, 2015

કથા કડી -૬ [જ્હાનવી અંતાણી]

‘ગુજારે જે શિરે તારે જઞતનો નાથ સહેજે, ગણ્યું જે પ્યારા એ તે અતિ  પ્યારું ગણી લેજે’ ગણગણતી સપના ઈમેઇલ આઇઙી પર આભાર વ્યક્ત કર્યા પછી વિચારતી રહી..એક સ્ત્રી પુરુષ પાસે થી શું ઝંખે …?..માત્ર પુરુષત્વ?  ના..પુરુષ એ સ્ત્રીના  જીવનનું સબળ કારણ છે. આધાર છે, હુંફ છે, ભરોસો છે…અને એથી વધુ એક મિત્ર છે… સંયોઞ પાસેથી એ શું પામી??….. જિંદગીના  એવા તાલમેલ બેસાડતી સપના જાણે  અજાણ્યે  અંનત મહેતાના શાબ્દિક,હુંફાળા સ્પર્શમાં તણાતી રહી. ઈમેઇલ ચેટ દ્વારા તેના જીવનને એક નવો જ ઓપ આપતી રહી.
સપના  જેમ દિવસો આવે તેમ પસાર કરતી ગઈ અને જીવનની જંજાળમાં ગુંથાતી ગઇ…તેના જીવનમાં એક રુપકડી દીકરી સ્નેહાનું ઉમેરણ   થયું. આ ઉમેરણના કારણે સપના ખુશ રહેવા લાગી અને સંયોગ વધતી જવાબદારીના કારણે વધુને વધુ વ્યસ્ત ..બે અજાણ્યા જણ એક નાનકડા તાંતણે જોડાઈ રહ્યા . જીવનના તબક્કાઓ આમ પસાર થતા ચાલ્યા..
સંયોગ પોતાના બિઝનેસમાં બિઝી રહેતો.. એક દિવસ એનું ઓફિસનું લેપટોપ બગડતા ઘરે રાખેલા લેપટોપ પર કામ લઈને બેઠો હતો … અચાનક એક નામ સ્ક્રીન પર ફ્લેશ થયું. અનંત મહેતા. સંયોગ ચમક્યૉ…આ કૉણ? સપનાનો  કૉઈ ભાઈ તો નથી..આ નામનો ! મિત્ર હશે ?..સપનાને અણઘડ સમજતા સંયોગને આ વાતે ઝાટકો લાગે તે સ્વાભાવિક  હતું ત્યાં સપના ચા લઈને આવી .સ્માર્ટ સપના પરિસ્થિતિનો તાઞ પામી ગઈ ખૂલેલું લેપટોપ, સંયોગનો ચહેરો એને વાત સમજતા વાર ન લાગી.
સંયોગની સામેની ખુરશીમાં બેસીને સપનાએ સ્વસ્થતાથી બોલવાનું શરુ કર્યું .દ્રઢતાથી બોલી રહેલી સપનાને સાંભળવા સિવાય સંયોગ  પાસે વિકલ્પ નહોતો . અનંત મહેતાના અસ્તિત્વ  અને તેના સપના સાથેના સંપર્ક સમજવા આ જરૂરી હતું .
“સંયોગ વગર સપના ફળે નહી અને સપના વગર સંયોગ બને નહી.  જીવનને વહેતી  સરવાણી રાખવા માટે એમાં સ્નેહ ,હુંફ, આધાર, ભરોસૉ..જરુરી હોય છે…એનાથી જીવન જીવંત બને છે. તમે મને પત્ની તો બનાવી…પણ…સ્ત્રી નહી .મારું સ્ત્રીત્વ ખોવાયુ. અનંતે…મને ફરી મારા  સ્ત્રીત્વની ઓળખ આપી છે . અને એ માટે મારે કોઈ અજૂગતા સંબંધની જરુર નહોતી.ક્યારેય રૂબરૂ મળવાની જરૂર નહોતી ..માત્ર મિત્રભાવે કેળવાયેલા સંબંધથી હું મને ઓળખતી થઈ ..ઓળખતી રહી…..મારું સ્ત્રીત્વ અનુભવતી રહી..આ સંબંધ મારી માનસિક તાકાત બની રહયો…પ્રેરકબળ બની રહ્યો…એથી વિશેષ કંઈ નહી…હુંફ, સાંત્વન.,આધાર,ભરોસો, અને પ્રેમ….આ બધું જ્યારે મળે ત્યારે સ્ત્રી શક્તિ બને છે અને
સર્વસ્વ મળ્યાનો સંતોષ અનુભવે છે…..મેં ક્યારેય કોઈ પાસે તમારી ફરિયાદ કરી નથી એટલે મને તમારી સાથે દગો કર્યાનો કે તમને ધોખો દીધાનો જરાય અહેસાસ  નથી …..બસ એટલી જ વાત છે ….છતાં તમે બધા જ મેસેજ વાંચી શકો છો ”
શાંત પણ સંયમથી બોલી રહેલી સપનાને સંયોગ સાંભળી રહ્યો….પોતાની જાતને તપાસતો રહ્યો..સપનાએ સ્પષ્ટ કરી દીધું કે સ્ત્રીને ફરી ઉભી થવા માટે એક આશા અને લાગણીના વહેણની જરુર હોય છે. જેના થકી જીવન રુપી ગાડી પૂરપાટ દોડી શકે. એના મનમાં સંયોગમાં પરિવર્તનની એક આશા અને અનંતની શબ્દરુપી હુંફ  હતા…
 સંયોગ બધું સમજતો ગયો ..પણ એ હકીકત એ સ્વીકારી શક્યો નહી. છતાં સપનાને અનંતથી દૂર રાખવાનું કોઈ કારણ કે રસ્તો એને જડ્યા નહી.  બે અંગત જણ વચ્ચે પડેલી ખાઈ વધુ ઊંડી ખોદાઈ ગઈ હતી .ઘવાયેલા સંયોગે સપના સાથે બહાર હરવું ફરવું લગભગ બંધ જ કર્યું હતું અને એમ અણગમો જાહેર કર્યા કર્યો હતો .
 અચાનક પડખું ફરેલી સપનાના સળવળાટથી સંયોગ વર્તમાનમાં પાછો ફર્યો . રાત્રે બાળકસમ નિર્દોષ સુતેલી સપનાને જોઈને ઘણી બધી મિક્સ્ડ લાગણીઓથી ઘેરાતો રહ્યો .. તાજેતરમાં થયેલી સપના અને વ્યોમાની મુલાકાત ,  મળેલો કોન્ટ્રાકટ અને ફોનમાં વ્યોમા સાથે થયેલી વાત .. આટલા વર્ષનો રોષ એક વ્યોમાના ફોનથી કેમ ઓસરી ગયો ? ઘવાયેલો અહં એક ઝાટકે ઉડી કેમ ઉડી ગયો ? અને આજે થયેલી વાત મુજબ સપના બિઝનેસમા જોડાશે તો વ્યોમાને પણ ગમશે  પરિણામે વ્યોમા સાથે નજદીકી વધશે એવા વિચારો આવતા રહ્યા. પહેલા અનંત , હવે વ્યોમા …..એની આંખ લાગી ગઈ .
સવારે એક ઘરેડ પ્રમાણે સ્નેહાની સ્કૂલ અને સંયોગની ઓફિસની તૈયારીમાં સપના વ્યસ્ત રહી .
સંયોગે સાંજે ઓફીસથી આવીને ટેબલ પર ચાનાસ્તો કરતા સહેજ મલકતા ચહેરે સપનાને કહ્યુ “તું બિઝનેસ..જોઈન કરી શકે છે..ઓફીસમા તને ક્યા ઙીપાટઁમેન્ટમાં કામ કરવું ફાવશે ?”
સપનાને થયું આ સપનું છે કે શું?
એ સ્તબ્ધતાથી સંયોગ સામે જોઈ રહી…ગઈકાલથી સંયૉગમાં આવેલ પરિવર્તનને જોયા કરતી હતી.અત્યારે તરબોળ થઇ અનુભવી રહી……..ભીંજાતી રહી…..પતિમાં આવેલ બદલાવને સ્વભાવિકતાથી માણી રહેલ સપનાને કયાં ખબર હતી કે જિંદગીના નાજૂક રસ્તા પર એક મોડ રાહ જોઇ રહ્યો છે… ખતરનાક મોડ ..
— જહાનવી અંતાણી

No comments:

Post a Comment